મનપાની લાઈબ્રેરીઓમાં 1 માસમાં 42,762 મુલાકાતીઓએ લાભ લીધો

મનપા સંચાલિત પ્રભાદેવી.જે. નારાયણ પુસ્તકાલય શિક્ષણ સમિતિ કેમ્પસ, દત્તોપંત ઠેંગડી પુસ્તકાલય,વોર્ડ નં. 2ની વોર્ડ ઓફિસની બાજુમાં શ્રોફ રોડ, બાબુભાઈ વૈધ લાયબ્રેરી, બાપા સીતારામ ચોકની બાજુમાં, પેરેડાઇઝ હોલ સામે, ડો. બાબા સાહેબ આંબેડકર ભવન લાઈબ્રેરી, જીલ્લા ગાર્ડન, બહેનો અને બાળકો માટેની મોબાઈલ લાઈબ્રેરી યુનિટ 1 તથા 2, મહિલા વાચનાલય, મહિલા એકટીવિટી સેન્ટર, નાનામવા, ચાણકય લાઈબ્રેરી, ગોવિંદ બાગ શાકમાર્કેટ સામે, ઈસ્ટ ઝોનમાં એક માસ દરમ્યાન કુલ 42,762 મુલાકાતીઓએ લાભ લીધેલ હતો. આ એક માસ દરમ્યાન 605 નવા સભ્યો લાઈબ્રેરી સાથે જોડાયા હતા. સભ્યોની માંગણી અને નવ પ્રકાશિત વિવિધ વિષયોનાં પુસ્તકો, બાળ સાહિત્ય, ગુજરાતી સાહિત્ય, નવલકથા, નવલિકાની સાથે સાથે વિધાર્થીઓ માટે વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાલક્ષી પુસ્તકો મળી કુલ 800 પુસ્તકો તથા બાળકો માટે વિવિધ પ્રકારના 100 જેવા રમકડા, પઝલ્સ, ગેઈમ્સ વગેરે મુકવામાં આવેલા છે. સપ્ટેમ્બર માસ દરમ્યાન 935 મેગેઝીનની વાંચકો માટે ખરીદી કરવામાં આવેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *