રાજય સરકારની જુદી જુદી યોજનાઓ સંબંધે લાભાર્થીઓને ઘર આંગણે સુવિધા મળી રહે તેવા હેતુથી રાજ્ય સરકાર દ્વારા વિશેષ દસમા તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ યોજવાનો નિર્ણય કરેલ છે. જેના અનુસંધાને રાજકોટ મનપા દ્વ્રારા દસમાં તબક્કાનો સેવાસેતુ કેમ્પનું આજે તા. 9ના બુધવારે સવારે 9 કલાકે, વેસ્ટઝોનમાં આવેલ પૂ.પ્રમુખ સ્વામી ઓડિટોરીયમ, રૈયા રોડ ખાતે આયોજન કરવામાં આવેલ છે. વિધાનસભા-69ના ધારાસભ્ય ડો.દર્શિતા શાહના હસ્તે મેયર નયનાબેન પેઢડીયાના અધ્યક્ષસ્થાને કેમ્પનું ઉદઘાટન કરાશે. આ સેવા સેતુ કેમ્પમાં સરકારની વિવિધ યોજનાઓ પી.એમ. સ્વનિધિ, હેલ્થ કેમ્પ, આર.સી.એચ., પ્રધાનમંત્રી જન આરોગ્ય, જન ઔષધી યોજના, આધાર નોંધણી, પી.એમ. આવાસ યોજના, સ્વચ્છ ભારત અભિયાન, ઈ-બસ સેવા, અમૃત યોજના, ઉજ્જવલા યોજના, લોન, રમત-ગમત, વિશ્વકર્મા, અમૃત ભારત સ્ટેશન, રાશનકાર્ડ સુધારો, કુંવરબાઈનું મામેરું સહાય યોજના, દિવ્યાંગતા પ્રમાણપત્ર, પી.જી.વી.સી.એલ., સુકન્યા સમૃદ્ધિ યોજના, સિનીયર સિટીઝન બસ પાસ યોજના, રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના, જન્મ-મરણ, અનુ.જાતિ, આવક, સીનીયર સીટીઝનના દાખલા, વિધવા સહાય વગેરે કામગીરી કરવામાં આવશે. આ સેવા સેતુ કેમ્પમાં કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયા, સાંસદ પરસોતમ રૂપાલા, રામ મોકરીયા, ભાજપ પ્રમુખ મુકેશ દોશી, ધારાસભ્ય ઉદય કાનગડ, રમેશ ટીલાળા, પ્રદેશ ઉપાધ્યક્ષ ડો.ભરતભાઈ બોઘરા સહિતનાં ઉપસ્થિત રહેશે.