પડધરીના ખાખરેશ્વર મંદિરના સાંનિધ્યમાં મયૂરનો નિત્ય કેકારવ

શહેરી માહોલમાં તો જોવા ન જ મળે, એ માટે ગામડાં ખુંદવા પડે અને ત્યાં ટોડલા પણ મળી જાય અને મોર પણ….આજના યાંત્રિક અને પ્રદૂષણ ભર્યા વાતાવરણમાં શહેરમાં પક્ષીઓનો કલરવ, કળા અને વિહાર હવે વિલુપ્તિના આરે છે, પણ ગામડાની શુદ્ધ હવામાં હજુ કંઈ જ બદલાયું નથી. એ જ ઝેરી હવાને બદલે શુધ્ધ અને પ્રદુષણમુક્ત વાતાવરણ, ખુલ્લામાં વિહરતા મોર અને ઢેલ અહીં જોવા મળી જ જાય. રાજકોટના પડધરી નજીક ખાખરા ગામે આવેલા ખાખરેશ્વર મહાદેવના સાનિધ્યમાં દરરોજ સાંજે મોર થનગનાટ કરતા જોવા મળે છે. જે મહાદેવ મંદિરની પ્રદક્ષિણા કરે, કળા કરે અને મજા આવે તો ટોડલે બેસીને કેકારવ પણ કરે અને કુદરતી સૌંદર્ય માણી મોજ વ્યક્ત પણ કરવામાં અચકાય નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *