બાયોમેડિકલ વેસ્ટ નાખતી હોરાઈઝન ઈમેજીંગ હોસ્પિટલને 10,000નો દંડ

શહેરના 150 ફુટ રિંગરોડ પર આફ્રિકા કોલોની પાસે આવેલ હોરાઈઝન ઈમેજીંગ હોસ્પિટલ દ્વારા ટીપરવાનમાં બાયો મેડિકલ વેસ્ટ નાખવા બદલ મહાનગરપાલિકાની સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા 10,000નો દંડ કરી વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવેલ છે. હોરાઈઝન ઈમેજીંગ હોસ્પિટલ દ્વારા ઈન્જેકશન, સિરીન, નીડલ જેવો બાયો મેડીકલ વેસ્ટ ટીપરવાનમાં નાખવા બદલ આ કાર્યવાહી કરવામાં આવી હતી. સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાના પર્યાવરણ ઈજનેર પી.સી.સોલંકીની સુચના અને નાયબ પર્યાવરણ ઈજનેર વી.એમ. જીંજાળાના માર્ગદર્શન હેઠળ વોર્ડ નં. 10ના સેનેટરી ઇન્સ્પેક્ટર સુરેશભાઈ પટેલ તથા સેનેટરી સબ ઇન્સ્પેક્ટર દિપેશભાઈ સોલંકી દ્વારા આ ચકાસણી કરવામાં આવી હતી. શહેરમાં આવેલ તમામ હોસ્પિટલ, દવાખાનાઓ તથા ક્લિનિક ચલાવતા ડોકટરોને તેમનો બાયો મેડિકલ વેસ્ટ ટીપરવાનમાં કે કોઇપણ અન્ય જગ્યાએ ન ફેકતા બાયોમેડિકલ વેસ્ટના નિકાલ માટે અધિકૃત કરેલ એજન્સી મારફત નિકાલ કરવા અનુરોધ કરાયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *