મારવાડી યુનિ.માં નવરાત્રિ સ્ટેજ તૈયાર કરતો યુવક 15 ફૂટ ઊંચા પીલર પરથી નીચે પટકાયો

રાજકોટની મારવાડી યુનિવર્સીટીમાં આવેલ ક્રિકેટ ગ્રાઉન્ડમાં નવરાત્રિ માટે સ્ટેજ તૈયાર થી રહ્યું હતું. દરમિયાન ડેકોરેશન કામ કરતો યુવાન પિલર પરથી નીચે પટકાતા ગંભીર રીતે ઘાયલ થયો હતો. જેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પરંતુ ટૂંકી સારવાર દરમિયાન દમ તોડી દેતા પરિવારમાં ગમગીની છવાી જવા પામી હતી. પ્રાથમિક તપાસમાં મૃતક યુવકનું નામ રોનક હિતેશભાઈ માકડિયા (ઉં.વ.27) હોવાનું અને બે ભાઈમાં નાનો હોવાનું સામે આવ્યું છે.

રાજકોટ શહેરમાં મોરબી રોડ હાઈવે પર આવેલી મારવાડી યુનિવર્સીટીના ક્રિકેટ ગ્રાઉન્ડમાં નવરાત્રિની તૈયારીરૂપે સ્ટેજના એલ્યુમિનિયમના પિલર ઉભા કરવાનું કામ ચાલી રહ્યું હતું. ત્યારે ગીકાલે મોડીરાત્રિના બે વાગ્યા આસપાસ કામ કરી રહેલો યુવાન અકસ્માતે લગભગ 15 ફૂટ ઊંચાઈના પિલર પરથી નીચે પટકાતાં તેનું કરૂણ મોત નીપજ્યું હતું. મૃતક યુવાન રાજકોટ શહેરમાં રેલનગર વિસ્તારમાં આવેલ ચંદ્રશેખર આઝાદ ટાઉનશીપમાં રહેતો હતો. રોનક ભાગીદારીમાં મંડપ સ્ટેજ ડેકોરેશનનું કામ કરતો હોય હાલમાં નવરાત્રિ નિમિત્તે મારવાડી યુનિવર્સિટીના ક્રિકેટ ગ્રાઉન્ડમાં સ્ટેજ તૈયાર કરવાનું કામ મળ્યું હતું અને પોતે તથા બીજા કારીગરો રાતે કામ કરી રહ્યા હતાં. આ વખતે રોનક અકસ્માતે ઊંચા પિલર પરથી પડી જતાં ગંભીર ઈજા થતાં લોહીલુહાણ હાલતમાં તેને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પરંતુ અહીં તેણે ટૂંકી સારવારમાં દમ તોડી દીધો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *