રાજકોટ મનપાની ફૂડ શાખાના દરોડા

રાજકોટ મનપાની આરોગ્ય શાખા દ્વારા ફરી એક વખત ફૂડ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં શહેરનાં પંચવટી વિસ્તારમાં આવેલા રૂપાલી પાર્લર પેઢીમાંથી એક્સપાયરી ડેટ વીતી ગઈ હોય તેવો નમકીન, બેકરી પ્રોડક્ટ, ફરસાણ, આઈસ્ક્રીમ, કોલ્ડ્રિંક્સ સહિતનો 16 કિલોગ્રામ જથ્થાનો સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો. જ્યારે 5 નમૂના લેવામાં આવ્યા હતા. જેમાં કાલાવડ રોડ ઉપર ક્રિસ્ટલ મોલમાં આવેલા ડી-માર્ટમાંથી કાળા અડદ, ભક્તિનગર સર્કલ પાસે ધારેશ્વર ડેરી ફાર્મમાંથી પનીર તેમજ નવો મોરબી રોડ, લક્ષ્મી નગર તેમજ મંગળા રોડ ઉપરથી ખાદ્ય ચીજોના નમૂના લેવાયા હતા. જ્યારે 21 વેપારીઓને ફૂડ લાઇસન્સ લેવા માટે નોટિસ આપવામાં આવી હતી.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવેલા સર્વેલન્સ ચેકિંગ દરમિયાન પંચવટી વિસ્તારમાં અતિથિ ચોક પાસે આવેલા પંચવટી ટાવરમાં રૂપાલી પાર્લર પેઢીની તપાસ કરતા પેઢીના ફ્રિઝમાં સંગ્રહ કરેલા તથા ડિસ્પ્લેમાં વેચાણમાં રાખેલ વિવિધ નમકીનના પેકેટ, કોલ્ડ્રિંક્સ, બેકરી પ્રોડક્ટસ, ફરસાણ, આઇસક્રીમ વગેરે જેવી પેક્ડ ખાદ્યચીજો લાંબા સમયથી એક્સપાયરી ડેટ વીતી ગઈ તે પ્રકારની હતી. જેથી તમામ એક્સપાયરી થયેલ ખાદ્યચીજો મળીને અંદાજિત કુલ 16 કિલોગ્રામ જથ્થો સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો જેથી પેઢીને યોગ્ય સ્ટોરેજ કરવા, હાઈજેનિક કન્ડિશન જાળવવા તથા ફૂડ રજીસ્ટ્રેશનને બદલે લાઇસન્સ મેળવવા બાબતે નોટિસ આપવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *