ત્રણ વર્ષના માસુમ બાળકનું દાઝી જવાથી મોત

રાજકોટમાં દૂધની ડેરી પાસે આવેલા હાઉસીંગ બોર્ડ કવાર્ટરમાં રહેતા શ્રમિક પરિવારનો નિહીર કૃણાલભાઈ તિવારી નામનો ત્રણ વર્ષનો માસુમ બાળક ગત તા. 17નાં રોજ પોતાના ઘરે રાત્રીનાં 11 વાગ્યાના અરસામાં રમતો હતો ત્યારે બાળક ઉપર અકસ્માતે દૂધની તપેલી માથે પડતાં ગંભીર રીતે દાઝી ગયો હતો. ગંભીર રીતે દાઝી ગયેલા માસુમ બાળકને તાત્કાલીક સારવાર માટે ખાનગી બાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં માસુમ બાળકની સારવાર કારગત નિવડે તે પૂર્વે જ બાળકે હોસ્પિટલના બીછાને દમ તોડી દેતાં પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *