રાજકોટમાં છેલ્લા દોઢેક મહિનાથી રોગચાળો વકરી રહ્યો છે. જેમાં સતત છઠ્ઠા સપ્તાહે ડેન્ગ્યુનાં 20થી વધુ કેસ નોંધાતા છેલ્લા દોઢ મહિનામાં ડેન્ગ્યુનાં 145 કરતા વધારે દર્દીઓ નોંધાઈ ચૂક્યા છે. છેલ્લા સપ્તાહમાં મનપાનાં ચોપડે ડેન્ગ્યુનાં વધુ 32 દર્દીઓ નોંધાતા ચાલુ વર્ષે ડેન્ગ્યુનાં 222 દર્દીઓ નોંધાયા છે. ઉપરાંત ટાઈફોડ તાવનાં 4 અને કમળાનાં 2 સહિત વિવિધ રોગોનાં 2,079 દર્દીઓ નોંધાતા આરોગ્ય વિભાગ દોડતું થયું છે. જેમાં ડેન્ગ્યુના ભયમાં કોઇ ઘટાડો ન થતા ફોગીંગ સહિતની કામગીરી વધુ ઝડપી કરવામાં આવી છે. આ સાથે મચ્છર ઉત્પતિ રોકવા આરોગ્ય અધિકારીએ લોકોને સાવચેતી રાખવા સલાહ આપી છે. જોકે, આંકડાઓ માત્ર મનપા સંચાલિત આરોગ્ય કેન્દ્રોનાં છે. ત્યારે નાના મોટા ખાનગી ક્લિનિકો ધ્યાનમાં રાખીએ તો દર્દીઓનો કુલ આંક 10,000થી વધુ હોવાની શક્યતા નકારી શકાય તેમ નથી.