નવોઢાને મરવા મજબૂર કરનાર સાસરિયાં સામે ગુનો નોંધાયો

શહેરમાં નાનામવા રોડ પર અંબિકા ટાઉનશિપમાં રહેતી નિમિષાબેન જીતભાઇ શોભાષણા (ઉ.વ.24)ના આપઘાત કેસમાં વાપીના ચંડોળ ગામે રહેતા ધર્મેશભાઇ જેન્તીભાઇ સોલંકીએ રાજકોટમાં અંબિકા સોસાયટીમાં રહેતા જીત પ્રફુલભાઇ શોભાષણા અને તેની માતા ભાવનાબેન સામે ફરિયાદ કરી હતી.

ફરિયાદમાં જણાવ્યું હતું કે મારી દીકરી નિમિષાના નવ માસ પહેલા જીત સાથે લગ્ન કર્યા હતા. તા.25ના મારી દીકરીનાે ફોન આવ્યો હતો અને તેને મને વાત કરી હતી કે પપ્પા જીત હવે મને રાખવા માગતા નથી. મને પીયર મુકી જવાનું કહે છે અને મારા સાસુ પણ અવારનવાર હેરાન કરે છે. લગ્ન વખતે ઘરેણાં આપેલા હતા એ પણ સાસુએ લઇ લીધા છે. આથી મેં દીકરીને સમજાવી હતી કે હું જીત સાથે વાત કરી લઇશ. બાદમાં જમાઇ જીત સાથે વાત કરતા તેને જણાવેલ કે હવે મારે તમારી દીકરીને રાખવી નથી. તમારી દીકરીને તેડી જાવ.આવું જમાઇએ કહેતા મે તેને સમજાવ્યા હતા કે તમે અને નિમીષા થોડા દિવસ અહી રહેવા આવી જાવ એટલે બધુ સારું થઇ જશે. વાત કર્યાની બપોરે દીકરીએ આપઘાત કરી લીધો હતો.પોલીસે પરિણીતાના સાસરિયાં સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *