અન્ય મહિલા સાથેના સંબંધ તોડી નાખવાનું કહેતા પતિએ પત્નીને મારકૂટ કર્યાની ફરિયાદ

મુંબઇમાં સાસરિયાના ત્રાસથી કંટાળી રાજકોટ પિયર આવી ગયેલી યુવતીએ સાસરિયા સામે ફરિયાદ નોંધાવી હતી, અન્ય સ્ત્રી સાથે સંબંધ તોડી નાખવાનું કહેતા યુવતીને પતિએ મારકૂટ કરી હતી.

રાજકોટમાં પિતા ભનુભાઇ રાઠોડના ઘરે દસ મહિનાથી રહેતી શિતલ મકવાણા (ઉ.વ.32)એ મહિલા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે મુંબઇ વિકરોલી વિસ્તારમાં રહેતા પતિ મનીષ મકવાણા, સસરા વસંત પાલજી મકવાણા, સાસુ છાયા વસંત મકવાણાના નામ આપ્યા હતા. શિતલે ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેના લગ્ન 12 વર્ષ પહેલા મનીષ મકવાણા સાથે થયા હતા, પતિ મનીષ અને સસરા વસંત બંને મુંબઇમાં રિક્ષા ચલાવે છે. લગ્નના થોડા સમય બધુ બરોબર ચાલ્યું હતું ત્યારબાદ ત્રાસ શરૂ થઇ ગયો હતો, લગ્ન વખતે સાસુએ ઘરવખરીનો સામાન જોઇતો નથી, લગ્ન વખતે કંઇ લાવતા નહી તેમ કહેતા હતા અને લગ્ન બાદ તું તારા પિતાજીના ઘરેથી દહેજમાં કંઇ લાવી નથી તેમ કહી મેણાટોણા મારતા હતા. શિતલને તેના માતા-પિતાએ આપેલા સોનાના દાગીના તેની નણંદ હર્ષના લગ્ન વખતે વેંચી નાખ્યા હતા, ઘરની જરૂરી વસ્તુ ખરીદવા શિતલ પતિ પાસે પૈસા માગતી ત્યારે આપતો નહોતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *