રાજકોટના કાલાવાડ રોડ પર મેટોડા પાસે રહેતી સગીરાને પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી આગ્રા લઇ જઇને હોટેલમાં મરજી વિરૂધ્ધ દુષ્કર્મ આચર્યાની ફરિયાદ કરતા પોલીસે આરોપી સામે પોકસો સહિતનો ગુનો નોંધી આરોપીને સકંજામાં લઇ ધરપકડ કરવાની કાર્યવાહી કરી હતી.
મેટોડા પાસે રહેતી 13 વર્ષની સગીરાના પિતાએ ફરિયાદ કરી હતી. જેમાં આરોપી તરીકે મેટોડા જીઆઇડીસીમાં રહેતો કુમંગ મોઢવાણિયાનું નામ આપ્યું હતું. ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેની સગીર વયની પુત્રીને આરોપી કુમંગે પ્રેમજાળમાં ફસાવી હતી અને લગ્નની લાલચ આપી તેનું અપહરણ કરી ગયાે હતો. બનાવને પગલે તેના પિતાએ ફરિયાદ કરી હતી. જેમાં પીઆઇ શર્મા સહિતે તપાસ કરી હતી. દરમિયાન સગીરા મળી આવતા તેની પૂછતાછ કરતા કુમંગએ તેને લગ્નની લાલચ આપી આગ્રા લઇ ગયો હતો અને ત્યા હોટેલમાં લઇ જઇને રાત્રીના મરજી વિરૂધ્ધ શરીર સંબંધ બાંધ્યા હોવાનું જણાવતા પોલીસે સગીરાની મેડિકલ તપાસ બાદ આરોપીની ધરપકડની કાર્યવાહી કરી હતી.