રાજકોટ શહેરના વોર્ડ નં.8માં પંચવટી સોસાયટીમાં આવેલ જલારામ રઘુકુળ હોસ્પિટલ દ્વારા નિયમ પ્રમાણે નિકાલને બદલે ટીપર વાનમાં બાયો મેડિકલ વેસ્ટ નાખવા બદલ મનપાની સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા હોસ્પિટલ પાસેથી રૂ.10,000નો વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો છે. જલારામ રઘુકુળ હોસ્પિટલ દ્વારા ઈન્જેકશન, સિરીન, નીડલ જેવો બાયોમેડીકલ વેસ્ટ ટીપર વાનમાં નાખવામાં આવતો હોવાનું પકડાતા તંત્ર દ્વારા રૂા. 10 હજારનો દંડ કરવામાં આવ્યો હતો. મનપા દ્વારા શહેરમાં આવેલ તમામ હોસ્પિટલ, દવાખાનાઓ તથા ક્લિનિક ચલાવતા ડોકટરોને આવો વેસ્ટ અધિકૃત એજન્સી ડિસ્ટ્રોમેટ બાયોકલીન પ્રા.લી. મારફત નિકાલ કરવા ફરી સૂચના આપવામાં આવી છે.