પતિ સાથે ઝઘડો થતા પત્નીએ ફિનાઈલ પી લીધુ ​​​​​​​

પતિ સાથે ઝઘડો થતાં પત્નીએ ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. શહેરનાં 150 ફુટ રીંગ રોડ પર આંબેડકરનગરમાં બનાવ બન્યો હતો. આ બનાવની વિગત મુજબ, 150 ફૂટ રીંગ રોડ પર આંબેડકર નગર શેરી નં-16માં રહેતાં તેજુબેન ઉકાભાઈ પરમાર (ઉ.વ.50) નામનાં પ્રૌઢાએ ગઈકાલે રાત્રીના 11 વાગ્યાં આસપાસ પોતાના ઘરે ફિનાઈલ પી જતા તાકીદે તેઓને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. વધુ માં જાણવા મળ્યું હતું કે, તેજુબેનને તેના પતિ સાથે ઝઘડો થતાં આ પગલું ભર્યું હોવાનું તેના પરિવારજને જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *