આર્થિક ભીંસથી કંટાળી ઝેરી દવા પી લેતા આધેડે સારવાર દરમિયાન દમ તોડયો ​​​​​​​

આર્થીક ભીંસથી કંટાળી જીતેશભાઈ શાહે ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. આ બનાવ અંગે મૃતકના પરિવારમાં ગમગીની છવાઈ ગઈ છે. આ બનાવની વિગત મુજબ જીતેશભાઈ પ્રાણલાલ શાહ (ઉ.વ.50, રહે. આકૃતિ ગાર્ડન સોસાયટી બ્લોક નં-602, બાપા સીતારામ ચોક રૈયા રોડ) તેઓ ગત તા.22/9/2024 ના રોજ ધર્મેન્દ્ર રોડ પર આવેલ પોતાના પુત્ર મહેન્દ્રભાઈ શાહની ઓફિસમાં હતા ત્યારે બપોરના અઢી વાગ્યાં આસપાસ ઝેરી દવા પી જતા તેઓને સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બાદમાં વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેનુ ચાલુ સારવાર દરમિયાન ગઈકાલે મોત નિપજયું હતું. આ બનાવ અંગે પોલીસે સુત્રોએ જણાવ્યું હતું કે, તે અગાઉ લોનનું કામ કરતા હતા. હાલ નિવૃત જીવન જીવતા હતા. તેઓને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *