રણછોડદાસ આશ્રમે રામચરિતમાનસજીના નવાહ્ન પાઠ, દેશમાંથી સંતો-મહંતો આવશે

રાજકોટમાં રણછોડદાસ સદ્ગુરુ આશ્રમે નવરાત્રિઅે રામચરિતમાનસજીના નવાહ્ન પાઠ અને નવરાત્રિ મહોત્સવ નિમિત્તે ધાર્મિક મહોત્સવનું આયોજન કરાયું છે. રામચરિતમાનસજી નવાહ્ન પાઠમાં દેશભરમાંથી સંતો-મહંતો આવશે. તેમજ રોજ ભંડારો અને બાલભોગ પણ યોજાશે. 3 ઓક્ટોબરના રોજ સવારે મહોત્સવનો પ્રારંભ થશે અને 11 ઓક્ટોબરે પૂર્ણાહુતિ થશે. આ ઉપરાંત રોજ સાંજે મહાઆરતી અને પૂજનનું પણ આયોજન કરાયું છે. સંતો-મહંતોના આશીર્વાદનો સમય સવારે 7.00થી 8.00 સુધી રહેશે.

જ્યારે બાલભોગ દર્શન બપોરે 1.00થી 2.00 સુધી, બ્યાવરૂ ભોજન રાત્રે 8.00 કલાકે યોજાશે. રામચરિતમાનસજી નવાહ્ન પાઠમાં મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ અને ભક્તો દેશભરમાંથી ઉપસ્થિત રહેશે. તેમ સદ્ગુરુ આશ્રમ ટ્રસ્ટના સંચાલકોએ જણાવ્યું છે. કથાના વ્યાસાસને ચિત્રકૂટધામવાળા પ્રભુદાસજી અગ્નિહોત્રી વ્યાસજી બિરાજમાન થશે. મહોત્સવમાં મોટી સંખ્યામાં સેવકો પોતાની સેવા આપશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *