અમદાવાદથી રાજકોટ ભત્રીજાના ઘરે આવેલ વૃધ્ધની તબિયત લથડતાં બેભાન થઈ જતાં દમ તોડી દિધો હતો. બનાવ અંગે મૃતકના પરિવારમાં ગમગીની છવાઈ ગઈ છે.બનાવની વિગત મુજબ ડાયાભાઈ પ્રહલાદભાઈ પટેલ (ઉ.વ.69, રહે. ગંગોત્રી સોસાયટી ન્યુ રાણીપ અમદાવાદ) તેઓ રાજકોટ રહેતાં તેમનાં ભત્રીજા જયદીપભાઈ કાનાણી (રહે. શુભમ વાટિકા સ્મૃતિ સોસાયટી બે આલાપ ગ્રીન સિટી પાછળ રૈયા રોડ)ના ઘરે આટો મારવા આવ્યાં હતા. ગઈ કાલે સવારના પોણા દસ વાગ્યાની આસપાસ અચાનક તેઓની તબિયત લથડતાં બેભાન થઈ જતાં તાકીદે તેઓને સેલેસ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા.મૃતક ડાયાભાઈએ ગોઠણનું ઓપરેશન કરાવ્યું હતું. બાદ તેઓની સારવાર શરૂ હતી. અને તેઓને શ્વાસની બીમારી હતી. ગઈકાલે અચાનક બીમારી સબબ બેભાન થઈ જતાં દમ તોડી દિધો હતો. તેઓને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી હોવાનું મૃતકના પરિવારજનોએ જણાવ્યું હતું.