ગાંધીગ્રામમાં ગાંધીનગર શેરી નં.3 માં રહેતી કવીતાબેન મંથનભાઈ ગોહેલ (ઉ.વ 30) એ તેના પતિ મંથન મનસુખ ગોહેલ, સસરા મનસુખભાઇ ગોહેલ, સાસુ શકુંતલાબેન (રહે. ત્રણેય ગોપાલકુંજ, ગાંધીગ્રામ શેરી નં.3) અને જેઠ કેતન ગોહેલ (રહે. પુષ્કરધામ, કાલાવડ રોડ) વિરુદ્ધ માનસિક અને શારીરિક ત્રાસ આપ્યાની ફરીયાદ નોંધાવી હતી. વધુમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે, તેણીને નવ વર્ષ પહેલા મંથન સાથે પ્રેમસંબંધ હોય બાદમાં બન્નેએ ભાગીને કોર્ટમા લગ્ન કરેલ બાદ બન્નેના પરીવારજનોની સહમતીથી ગાયત્રી મંદીરમાં લગ્ન કરેલ હતા. લગ્ન જીવન દરમ્યાન સંતાનમાં સાત વર્ષનો દીકરો છે, જે હાલ તેણીની સાથે રહે છે. તેણી સંયુકત પરીવારમાં રહેતી અને તેના પતિ ખાનગી કંપનીમાં નોકરી કરે છે. લગ્ન બાદ શરૂઆતમાં ઘરસંસાર વ્યસ્થીત ચાલેલ બાદ તેમના પતિ કહેતા કે તું કરીયાવરમાં કાઇ લાવેલ નથી. તું કરીયાવર લઈ આવ જો તુ નહી લઇ આવ તો હુ તને તારા પીતાના ધરે મોકલી દઇશ તેમ ધમકી આપતા અને મારકુટ પણ કરતા હતાં. તેમજ તેણીના માતાપિતાને ગાળો પણ આપતાં હતાં.