રેલનગર છઠ્ઠા માળેથી છલાંગ લગાવતી પરિણીતાનુ મોત

રેલનગરમાં રહેતી પરિણીતાએ છઠ્ઠા માળેથી છલાંગ લગાવી મોતને વ્હાલું કર્યું હતું. બનાવ અંગે મૃતકના પરિવારમાં ગમગીની છવાઇ ગઇ છે.બનાવની પ્રાપ્ત વિગતો મુજબ રેલનગરમાં રહેતા પ્રકાશબા પ્રદ્યુમ્નસિંહ ચૌહાણ (ઉ.વ.40) નામની પરિણિતાએ ગઈ કાલે રાત્રે પોતાના ફ્લેટમાં હતાં ત્યારે અગમ્ય કારણોસર છઠ્ઠા માળેથી છલાંગ મારતા ગંભીર ઈજાઓ પહોંચી હતી.બાદ તેઓને સારવાર અર્થે રાજકોટ સીવીલ હોસ્પિટલમાં આવ્યાં હતાં. જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. તેણીના સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી હોવાનું મૃતકના પરિવારજનોએ જણાવ્યું હતું. મૃતકના પતિ એસ્ટેટ બ્રોકરનું કામ કરે છે. બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *