એશિયાઈ સિંહોના રક્ષણ માટે નિર્ણય

કેન્દ્ર સરકારે ‘ગીર રક્ષિત વિસ્તાર’ના આજુબાજુનો કુલ 1,84,466.20 હેક્ટર વિસ્તારને ‘ઇકો-સેન્સિટિવ ઝોન’ જાહેર કરવા માટે પ્રાથમિક જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે, જેમાં 3 જિલ્લાનાં 196 ગામ, 17 નદીનો સમાવેશ કરાયો છે. આ જાહેરનામા મુજબ અભયારણ્યથી જાહેર થયેલા ઇકો-સેન્સિટિવ ઝોન વિસ્તારનું અંતર બાબતે સૌથી ઓછામાં ઓછુ 2.78 કિમી અને વધુમાં વધુ 9.50 કિમી રાખવામાં આવ્યું છે. આ નિર્ણય બાદ ખનન પર પ્રતિબંધ મુકાઇ જશે અને ગેરકાયદે રિસોર્ટને તાળાં વાગી જશે.

સિંહોના અવરજવરવાળા 4 મહત્ત્વના કોરિડોરને આવરી લેવાશે વનમંત્રી મુળુભાઈ બેરાએ જણાવ્યું હતું કે નવીન ‘ઇકો-સેન્સિટિવ ઝોન’ વિસ્તારમાં કુલ 17 નદીના રિવર કોરિડોર અને સિંહોના અવરજવરવાળા 4 મહત્ત્વના કોરિડોરને આવરી લેવામાં આવશે. વધુમાં ગીર રક્ષિત વિસ્તારની આજુબાજુ જૂનાગઢ જિલ્લાના જૂનાગઢ, વિસાવદર, માળિયા હાટીના અને મેંદરડા તાલુકાના મળી કુલ 59 ગામ, અમરેલી જિલ્લાના ધારી, ખાંભા અને સાવરકુંડલા તાલુકાના મળી કુલ 72 ગામ તથા ગીર-સોમનાથ જિલ્લાના ઉના, ગીર-સોમનાથ, કોડીનાર અને તાલાલા તાલુકાના મળી કુલ 65 ગામ એમ આ ત્રણેય જિલ્લાના કુલ 196 ગામના 24680.32 હેક્ટર વન વિસ્તાર તથા 1,59,785.88 હેક્ટર બિન-જંગલ વિસ્તાર એમ મળી કુલ 1,84,466.20 હેક્ટર વિસ્તારનો સમાવેશ થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *