જેતપુર જેતપુરના કરિયાણાના વેપારી અગ્રણી લાલજીભાઈ દોગાનું અવસાન થતાં સદગતના ચક્ષુદાનનો નિર્ણય કરાયો હતો અને તેનો અમલ કરવામાં આવ્યો હતો. જે સાથે માનવ સેવા યુવક મંડળ અને સરકારી હોસ્પિટલને 299મું ચક્ષુદાન મળ્યું છે. જેતપુરના ડોક્ટર ધર્મિત બાલધાએ માનવસેવા યુવક મંડળના ધર્મેન્દ્ર બાબરીયાને ચક્ષુદાન કરવા અંગે જાણ કરી હતી અને બાદમાં હોસ્પિટલના ચક્ષુદાન સેન્ટરના અધિક્ષક ડોક્ટર જયેશ વેસેટીયનને જાણ કરાતા જેતપુર ખાતે ચક્ષુદાન માટે માટે ટીમ પહોંચી હતી અને રોહિત સોંદરવા અને નીતિન ચુડાસમાએ સેવા બજાવી ચક્ષુદાન લીધું હતું. આશિષ દોંગા, રજનીકાંત દોંગા, ભાવેશ દોંગા બાબુભાઈ દોંગા, જીતુ દોંગા, બાબુભાઈ કરડે, જેન્તીભાઈ રામોલિયા, રાજુ હિરપરા હાજર રહેલા હતા.