ધોરાજીનાં પાટણવાવમાં જુગાર રમતાં સાત શખ્સની પોલીસે અટકાયત કરી તેમની પાસેથી 23 હજારનો મુદામાલ કબજે લીધો હતો અને આગળની કાર્યવાહી શરૂ કરી હતી.
ધોરાજીનાં પાટણવાવ પોલીસે નજીકના લાઠ ગામે ખોડીયાર માતાજીના મંદિર પાસે જાહેરમાં જુગાર રમતા આરોપી લખન ગુરૂમુખ ,વિપુલ ખીમજી , ચંદુ ડાયા , જીગ્નેશ જેન્તી, જયવિરસિંહ વિક્રમસિંહ, રસીક મગન , વલ્લભ મોહનને જૂગાર રમતા ઝડપી લઇને તેમની પાસેથી રૂપિયા 23,530ની રોકડ સાથે ઝડપી પાડીને કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.