રાજકોટ જીલ્લા કલેકટર કચેરીમાં પ્રશ્નોની રજુઆત માટે આવતા અરજદારોને માત્ર વર્ગ-1 અને 2 નાં અધિકારીઓને મળવા ફરમાન કરી દેવામાં આવેલ છે.આ અંગેનાં પોસ્ટરો કલેકટર કચેરીના ગ્રાઉન્ડ ફલોર અને ફર્સ્ટફલોર પર ચીપકાવી દેવામાં આવેલ છે.જેમાં સ્પષ્ટ પણે જણાવાયું છે કે જીલ્લા સેવા સદન (કલેકટર કચેરીમાં પોતાના પ્રશ્નો બાબતે આવતા અરજદારોએ શાખાધ્યક્ષને નહી મળતા કચેરીનાં વર્ગ-1 અને 2 ના અધિકારીને મળવુ તેવુ ફરમાન કરાયેલ છે.કચેરીનો વહીવટને પારદર્શક બનાવવા અને અરજદારોના પ્રશ્નોનો ન્યાયીક ઉકેલ આવે તે માટે તંત્ર દ્વારા આ પહેલ કરવામાં આવી છે.