કપાસિયામાં રૂપિયા 100 વધતા ડબ્બાનો ભાવ રૂપિયા 2180 થયો

તહેવાર પૂર્વે જ ખાદ્યતેલમાં તેજી બેફામ બની છે જેને કારણે ગૃહિણીઓના બજેટ ખોરવાયા છે. ગત સપ્તાહે શરૂ થયેલો તેલનો ભાવવધારો આ સપ્તાહના અંત સુધી યથાવત રહ્યો છે.ગુરૂવારે રાજકોટમાં સીંગતેલનો ભાવ સ્થિર રહ્યો હતો. જ્યારે કપાસિયા અને અન્ય સાઇડ તેલમાં રૂ. 40થી લઇને રૂ. 100 સુધીનો ઉછાળો આવ્યો છે. નોરતા અને દિવાળીના તહેવાર નજીકમાં છે. તહેવારમાં ખરીદી વધુ રહેતી હોય છે. પરંતુ હાલ ઊંચા ભાવ હોવાને કારણે છૂટક માર્કેટમાં ખરીદી અટકી છે. જો કે બીજી તરફ સંગ્રહખોરો સંગ્રહખોરી પણ કરી રહ્યા છે.

વેપારીઓના જણાવ્યા મુજબ પોર્ટ પરથી આયાતી તેલના જકાતમાં વધારા બાદ પોર્ટ પર તેલની ખરીદી અટકી છે.જુનો સ્ટોક છે તે જૂના ભાવે ખરીદાયો છે. પરંતુ આયાતીતેલના ભાવમાં ડયૂટીમાં વધારાને કારણે ડિલિવરીમાં પણ તેની અસર જોવા મળી રહી છે.જૂના સ્ટોકના વેચાણ કેમ કરવું તેની પણ ગુંચવણ ઉભી થઇ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *