હાથીખાનામાં બે જૂથ વચ્ચે ધમાલમાં 12 સામે ગુનો, છ શખ્સની ધરપકડ

શહેરમાં હાથીખાનામાં ટૂ વ્હિલરમાં નીકળેલા યુવક સામે જોવા બાબતે સામાન્ય ઝઘડા બાદ તેને સ્કોર્પિયો લઇને સમજાવવા જતા ધોકા સાથે ધસી આવેલા શખ્સોએ કારમાં તોડફોડ કરી હતી અને સામા પક્ષે પણ સોડાબોટલના ઘા કર્યા હતા. આ અંગે કુંભારવાડામાં રહેતા દિવ્યેશ રમેશભાઇ પરમારની ફરિયાદ પરથી હાથીખાનામાં રહેતો અકિલ શબ્બીરભાઇ મકરાણી, ફરાઝ સલીમભાઇ ખલ્યાણી, અરમાન સુમરા, અફઝલ હાજી, મુસ્તાક હાજી અને અજાણ્યા શખ્સો સામે ગુનાે નોંધ્યો હતો.

દિવ્યેશએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તા.17ના રોજ હાથીખાનામાં આવેલ તેની ઓફિસે જતો હતો ત્યારે તેના મોટા બાપુના પુત્રનો ફોન આવ્યો હતો જેમાં તેને જણાવ્યું હતું કે, તે તેની બહેનને લઇને નીકળતા કુંભારવાડામાં રહેતો અકિલ મકરાણીએ સામું જોઇને કાતર મારતો હતો. દરમિયાન સ્કોર્પિયો કાર લઇને પિતરાઇ ભાઇઓ સાથે તેને સમજાવવા ગયા હતા, ત્યાં અકિલ અને ફરાઝએ ઝઘડો કરતા અમે નીકળી ગયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *