રાજકોટ AIIMSના એનોટોમી વિભાગ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ભૌતિક શાસ્ત્ર ભવન વચ્ચે MoU થયા

સામાન્ય રીતે વડીલોમાં ઉંમરને કારણે ઘૂંટણના દર્દ થતાં હોય છે. જેમાં મોટાભાગે ઓપરેશન કરવામાં આવતું હોય છે. પરંતુ હવે ઘૂંટણની સર્જરી ઓપરેશન વિના થઈ શકે તે માટે ગુજરાતની એકમાત્ર રાજકોટ AIIMSના એનોટોમી વિભાગ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ભૌતિકશાસ્ત્ર ભવન વચ્ચે MoU એટલે કે મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ પર સહી કરવામા આવી છે. આ પ્રકારના કરાર થતાં જ ઘૂંટણના સાંધાના અસ્થિવા પર વૈશ્વિક સંશોધન કરવામા આવશે. 2 વર્ષનાં સંશોધન પ્રકલ્પના MoU વખતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ અને AIIMSના કર્નલ સહિતનાં ઉપસ્થિત રહ્યા હતા.

ભારત સરકારની ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટયૂટ ઓફ મેડિકલ સાયન્સ (એઇમ્સ) રાજકોટ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ભૌતિકશાસ્ત્ર ભવન મારફત માનવ જીવનને ઉપયોગી સંશોધન કરવા માટે 17 સપ્ટેમ્બર 2024ના રોજ સંશોધન એમઓયુ કરવામાં આવ્યા છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ પ્રોફેસર ડો.કમલસિંહ ડોડિયા અને એઇમ્સ રાજકોટના સંશોધન ડીન પ્રોફેસર કર્નલ ડો.અશ્વિની અગ્રવાલના સંયુક્ત સફળ પ્રયાસોથી એઇમ્સ રાજકોટના એનોટોમી વિભાગ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ફિઝીક્સ ભવન વચ્ચે કરાર કરવામા આવ્યા છે. જેમાં ઘૂંટણના સાંધાના અસ્થિવા ઉપર વિશિષ્ટ સંશોધન કરવામા આવશે. જેથી ભવિષ્યમાં દર્દીઓને ઓપરેશનની પીડામાંથી પસાર થવુ નહીં પડે. આ પ્રકારે સફળ સારવાર આપી શકાય તે માટે વૈશ્વિક કક્ષાનું સંશોધન સંયુક્ત રીતે કરવા માટે 2 વર્ષના સંશોધન પ્રકલ્પ શરૂ કરાયેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *