વ્યાજ સહીત રૂ. 50 લાખ વળતરની રકમ મંજુર ​​​​​​​

મોરબી જિલ્લાનાં જીકીયાળી ગામનાં યુવાન દિનેશભાઈ મોમજીભાઈ પીપળીયા તથા કેશુભાઈ હેમુભાઈ પીપળીયા બન્ને મોટર સાયકલમાં જતા હતા ત્યારે જીવાપર ગામ પાસે પહોંચતા ટેન્કર નંબર જીજે.12.ડબલ્યુ.8470 વાળાએ હડફેટે લેતા બન્ને યુવાનોનાં મૃત્યુ થયેલ. જેમાં મૃતક દિનેશભાઈ પીપળીયા અપરિણત હતાં અને પરિવાર માટે આધારસ્તંભ હતા. જયારે કેશુભાઈ પીપળીયા કે જેઓ પરિણીત હતા તેમના પરિવારમાં પત્ની તથા બે સંતાનો તથા માતાનું ભરણપોષણ કરતાં હતાં. મૃતકોના વારસદારોએ રાજકોટ ટ્રીબ્યુનલમાં તેમના વકીલ રવિન્દ્ર ગોહેલ તથા સંદિપ રાઠોડ મારફત ક્લેઇમ કેસ દાખલ કર્યો હતો. જેથી મહત્તમ વળતર મળે તેવી દલીલ કરવામાં આવેલ હતી સાથે હાઈકોર્ટ તથા સુપ્રીમ કોર્ટનાં જજમેન્ટ રજુ કર્યા હતા. તે તમામ મજબુત દલીલો ધ્યાનમાં રાખી ટ્રીબ્યુનલે બન્ને કલેઈમ કેસોમાં વ્યાજ સહીત રૂ. 50 લાખ વળતરની રકમ મંજુર કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *