મૂળ નેપાળના અને રાજકોટની હોટલમાં નોકરી કરતા 18 વર્ષીય યુવકે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું, કારણ અકબંધ

રાજુ કરણભાઈ ઠાકર (ઉ.વ.18) નામનાં યુવકે ગઈકાલે પોતાનાં ઘરે ચુંદડી વડે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. યુવકનાં પરિવારજનોને જાણ થતાં તેઓએ 108ને જાણ કરતા 108ની ટીમ સ્થળ પર પહોંચી જોઈ તપાસી મૃત જાહેર કર્યો હતો. આ બનાવની જાણ ગાંધીગ્રામ પોલીસને થતાં જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. યુવક મૂળ નેપાળનો વતની હતો. અહિયાં રેસકોર્સ પાસે આવેલ હોટલમાં કામ કરતો હતો. ગઈકાલે હોટલમાં કામે ગયો હતો ત્યારબાદ બપોરે પોતાનાં ઘરે આરામ કરવા ગયો હતો અને ત્યારબાદ આપઘાત કરી લીધાનું સામે આવ્યું હતું. મૃતક બે ભાઈમાં નાનો હતો. જોકે, યુવકનાં આપઘાતનું કારણ પરિવારજનો પણ જાણતા ન હોવાથી પોલીસે ચોક્કસ કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *