શહેરમાં પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝાએ અલગ-અલગ પોલીસ મથકમાં ફરજ બજાવતા 16 પીએસઆઇની બદલીના હુકમ કર્યા હતા. જેમા એ-ડિવિઝન પોલીસ મથકના માલવિયાને ક્રાઇમ બ્રાંચમાં મુકવામાં આવ્યા હતા.
જ્યારે ટ્રાફિકના રાણાને આજી ડેમ પોલીસ મથકમાં મુકવામાં અવ્યા હતા. તે ઉપરાંત માલવિયાનગરના સી.એસ.વાછાણીને ટ્રાફિકમાં મુકવામાં આવ્યા હતા. તેમજ ભક્તિનગરના પી.જી.રોહડિયાને ગાંધીગ્રામ, ટ્રાફિકના સી.વી. ચુડાસમાને થોરાળા, પોલીસ કંટ્રોલના કે.એસ.મિશ્રાને ટ્રાફિકમાં, પ્ર.નગરના કે.અેસ.ભગોરાને ટ્રાફિકમાં, રીડરમાં ફરજ બજાવતા એ.કે. રાઠોડને એરપોર્ટમાંથી ટ્રાફિક, ગાંધીગ્રામના વી.એચ.પરમારને બી-ડિવિઝન, યુનિવર્સિટીના બી.આર.ભરવાડને તાલુકા, યુનિ.ના વી.એન.બોદરને ટ્રાફિકમાં મુકવામાં આવ્યા છે. તેમજ સાયબર ક્રાઇમના આઇ.આઇ.કટિયાને ટ્રાફિકમાં, એમ.ઓ.બી.ના એસ.અેમ.વઘાસિયાને રીડર અને એસ.એસ.સ્ક્વોડના સી.એમ.કુંભાણીને રીડરમાં અને બી-ડિવિઝનના આઇ.એમ.શેખને તાલુકા પોલીસ મથકમાં મુકવામાં આવ્યા છે. હજુ વધુ કેટલાક પીએસઆઇની બદલી થાય તેવા નિર્દેશ મળી રહ્યા છે.