કલેકટર રજા પર ઉતરી જતા લેન્ડ ગ્રેબિંગની બેઠક મોકૂફ

રાજકોટ જિલ્લા કલેકટર પ્રભવ જોશી આજે એકાએક રજા પર જતા કલેકટર કચેરી ખાતે આયોજિત લેન્ડગ્રેબિંગ અને રેવન્યુ અધિકારીઓની બેઠક મોકૂફ રાખી દેવામાં આવી હતી. અહીં એ ઉલ્લેખનીય છે કે લેન્ડગ્રેબિંગની બેઠક આ સતત ત્રીજી વખત મોકુફ રહેવા પામી છે. અગાઉ અતિવૃષ્ટિના સમયે પણ લેન્ડગ્રેબિંગની બેઠક મુલત્વી રાખવાની ફરજ પડી હતી. આજની આ બેઠકમાં 65 કેસ સુનાવણી માટે મૂકવામાં આવેલ છે. પરંતુ બેઠક મુલત્વી રહેતા હવે આગામી બેઠકમાં આ કેસોની સુનાવણી કરવામાં આવશે લેન્ડગ્રેબિંગની રેવન્યુ અધિકારીઓ (આર.ઓ)ની બેઠક પણ મોકૂફ રાખવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *