રાજકોટમાં ડિજિટલ એરેસ્ટનો પ્રથમ કિસ્સો

રાજકોટમાં સાયબર ફ્રોડના અનેક કિસ્સા બન્યા છે, પરંતુ ડિજિટલ એરેસ્ટનો પ્રથમ કિસ્સો નોંધાયો છે. રેસકોર્સ વિસ્તારમાં રહેતા બીપીસીએલના નિવૃત્ત કર્મચારી અશ્વિનભાઇ માનસિંહ તલાટિયા (ઉ.વ.65)એ રૂ.1 કરોડની ઠગાઇ અંગે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

ગઠિયાઅોએ પ્રૌઢને મુંબઇ ક્રાઇમ બ્રાંચમાં તમારી સામે ગુનો નોંધાયો છે અને તમારી ધરપકડ કરવાની છે તેવી ધમકી આપી રૂ.1 કરોડ પડાવ્યા હતા. ગઠિયાઓએ પ્રૌઢને સુપ્રીમ કોર્ટની નકલી નોટિસ મોકલી હતી અને તેમના જીવ પર જોખમ હોવાની ધમકી પણ આપી હતી. પોલીસે અલગ અલગ બેંક એકાઉન્ટ અને વોટ્સએપ નંબર પરથી આરોપીઓની ઓળખ મેળવવાની તજવીજ શરૂ કરી હતી.

​​​​​​​બીપીસીએલના નિવૃત્ત કર્મચારી અશ્વિનભાઇ માનસિંહ તલાટિયાને ગત તા.9 જુલાઇના તેમના વોટ્સએપ નંબર પર કોલ આવ્યો હતો અને હિન્દીમાં વાત કરનાર શખ્સે પોતાની ઓળખ મુંબઇ ક્રાઇમ બ્રાંચના પીઆઇ અજય પાટીલ તરીકે આપી હતી. તે શખ્સે કહ્યું હતું કે, તમારા વિરુદ્ધ મુંબઇ ક્રાઇમ બ્રાંચમાં એફઆઇઆર દાખલ થઇ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *