ઘેર ઝેરી દવા પી આપઘાત!

લોધિકામાં ખોડાભાઇ કમાણીની વાડીમાં રહી મજૂરીકામ કરતાં છોટુભાઇ ધુલિયાભાઇ વસુનિયાએ પોતાના ઘેર ઝેરી દવા પી જતા તેને વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા જેનું સારવાર દરમિયાન મોત નીપજતા લોધિકા પોલીસ મથકના જમાદાર ગણેશભાઇ સહિતે તપાસ કરતા મૃતક યુવક ત્રણ ભાઇ અને છ બહેનોમાં બીજો હતો અને મૂળ એમપીના હોવાનું અને થોડા દિવસ પહેલાં જ તેની પત્ની સાથે છૂટાછેડા થયા હતા. બાદમાં તે ગુમસુમ રહેતો હોવાનું પરિવારે જણાવતા પોલીસે આપઘાતનું કારણ જાણવા મથામણ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *