રાષ્ટ્રપતિ બાઇડને 4 વર્ષમાં 532 દિવસની રજા લીધી

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને પોતાના 4 વર્ષના કાર્યકાળમાં 532 દિવસની રજા લીધી છે. ન્યૂયોર્ક પોસ્ટના અહેવાલ મુજબ, 81 વર્ષીય બાઇડને રાષ્ટ્રપતિ પદ સંભાળ્યાને 1326 દિવસ થયા છે. બાઇડને આ દિવસોમાં 40% રજા લીધી છે, જ્યારે તેમણે માત્ર 794 દિવસ કામ કર્યું છે.

રિપોર્ટ અનુસાર, બાઇડન દર 10 દિવસમાં 4 રજાઓ લઈ રહ્યા છે. અમેરિકામાં કોઈપણ વ્યક્તિને દર વર્ષે સરેરાશ 11 દિવસની રજા મળે છે. આ મુજબ,બાઇડને 4 વર્ષમાં જેટલી રજાઓ લીધી છે તેટલી રજાઓ લેવામાં સામાન્ય અમેરિકનને 48 વર્ષ લાગશે.

અમેરિકાના ઈતિહાસમાં કોઈપણ રાષ્ટ્રપતિ દ્વારા લેવામાં આવેલી આ સૌથી વધુ રજા છે. અગાઉ, તેમના કાર્યકાળ દરમિયાન, ટ્રમ્પે 1461માંથી 26% એટલે કે 381 દિવસની રજા લીધી હતી. જ્યારે બરાક ઓબામા અને રોનાલ્ડ રીગન તેમના કુલ કાર્યકાળના માત્ર 11% દિવસોની રજા પર હતા. જીમી કાર્ટરે રાષ્ટ્રપતિ તરીકે માત્ર 79 દિવસની રજા લીધી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *