વાવડી ગામ પાસેના આવાસમાં વિદ્યાર્થિનીનો ફાંસો ખાઇ આપઘાત

શહેરમાં વાવડી નજીક સાવન હાઇટસ પાસેના આવાસ યોજનાના કવાર્ટરમાં રહેતી યુવતીએ પોતાના ઘેર છતના હૂકમાં ચુંદડી બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા તેના પરિવારમાં ગમગીની વ્યાપી ગઇ છે. ધો.12 માં અભ્યાસ કરતી છાત્રાને તેની નાની બહેન સાથે મોબાઇલ બાબતે ચડભડ થયા બાદ આ પગલું ભરી લીધાનું બહાર આવતા પોલીસે આપઘાતનું સાચુ કારણ જાણવા મથામણ કરી હતી.

જાણવા મળતી વિગતો મુજબ, વાવડી નજીક આવાસ યોજનાના કવાર્ટરમાં રહેતી યશ્વી નિલેશભાઇ ગોંડલિયા (ઉ.વ.17)એ રાત્રીના પોતાના ઘેર ગળાફાંસો ખાઇ લેતા તેના પરિવારજનો જોઇ જતા તેને ઉતારી સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી જેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. બનાવને પગલે તાલુકા પોલીસ મથકના જમાદાર ભગીરથસિંહ ખેર સહિતના સ્ટાફે તપાસ કરતા યશ્વી બે બહેનોમાં મોટી હતી અને ધો.12માં અભ્યાસ કરતી હતી તેમજ તેના પિતા રિક્ષાચાલક હોવાનું બહાર આવતા પોલીસે વધુ તપાસ કરતા પરિવારે જણાવ્યું હતું કે, તેઓ રાત્રીના બિલ્ડિંગમાં રહેતા સગાને ત્યા બેસવા ગયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *