રાજકોટ સિંચાઈ વર્તુળ પૂર એકમ તરફથી મળેલી સૂચના અનુસાર ઉપરવાસમાં વરસાદને કારણે રાજકોટ જિલ્લાના વિવિધ ડેમોની જળ સપાટીમાં નોંધપાત્ર વધારો થયો છે. રાજકોટ જિલ્લાના ડેમ ઓવરફ્લો થતાં હેઠવાસના ગામોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે. જેમાં રાજકોટનો માલગઢ ડેમ 90% ભરાયો છે તો ભાદર 1 અને 2 તેમજ સુરવો ડેમમાં પાણી ભરાતા દરવાજા ખોલવામાં આવ્યા છે અને ડેમ પાસેના હેઠવાસના ગામ લોકોને સાવચેત રહેવા સૂચના આપવામા આવેલી છે.
વરસાદને કારણે ગોંડલ તાલુકા પાસે આવેલ ભાદર-1 ડેમના 5 દરવાજા હાલ 0.9 મીટર ખોલાયા હોવાથી ડેમની હેઠવાસમાં આવેલા ધોરાજી તાલુકાના ભૂખી, ઉમરકોટ, વેગડી, ભંડારીયા,ખંભાલીડા, મસીતળા, નવાગામ, નીલાખા, જામકંડોરણા,ઈશ્વરીયા, તારવડા અને જેતપુર તાલુકાના દેરડી, જેતપુર, કેરાળી,ખીરસરા, લુણાગરા, લુણાગરી, મોણપર, નવાગઢ,પાંચ પીપળા, રબારીકા, સરધારપુર અને વાડાસડા ગામના લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા અને સાવચેત રહેવા જણાવાયું છે.