રાજકોટ શહેરમાં સૌપ્રથમ વખત 60 વર્ષ ઉપરના સીનીયર સીટીઝનને ફ્રી બસ સેવા આપવાનો અમલ કરવામાં આવ્યો છે. જેના ભાગરૂપે અત્યાર સુધીમાં 5 હજારથી વધુ પાસ ઇસ્યુ કરી દેવાયા છે. સ્ટે.કમીટીના ચેરમેન જયમીન ઠાકરે બજેટમાં 60 વર્ષના ઉપરના લોકો માટે સીટી અને બીઆરટીએસ બસમાં વિનામૂલ્યે મુસાફરીની યોજના જાહેર કરી હતી. શહેરના મોટા વર્ગને તેનાથી મોટો ફાયદો થવાનો છે. હાલ વડીલોને તેમના જુના અડધા દરના પાસ ઉપર પણ વિનામૂલ્યે મુસાફરી કરવા દેવામાં આવે છે. સીનીયર સીટીઝન ઉપરાંત દિવ્યાંગોને પણ આ યોજનાનો લાભ મળે છે. વોર્ડ ઓફિસ સહિતની જગ્યાએ અરજીઓ લેવાનું શરૂ કરવામાં આવ્યા બાદ અત્યાર સુધીમાં 19 હજારથી વધુ સીનીયર સીટીઝન અને એક હજાર દિવ્યાંગોએ ફ્રી બસ સેવા માટે અરજીઓ આપી છે.