રાજ્યભરમાં આવેલી 550 આઈટીઆઈની ચાલુ વર્ષ દરમ્યાન હાથ ધરાયેલી પ્રવેશ પ્રક્રિયા અંતર્ગત 54326 બેઠકો ખાલી રહી છે. જેમાં અમદાવાદની 3892 જેટલી બેઠકોનો સમાવેશ થાય છે. આ બેઠકો પર વહેલા તે પહેલાના ધોરણે પ્રવેશ પ્રક્રિયા હાથ ધરાશે. 31મી ઓગસ્ટ સુધી ચાલનારી આ પ્રવેશ પ્રક્રિયામી મુદત 30મી સપ્ટેમ્બર સુધીમાં લંબાવવામાં આવી છે. પ્રવેશ માટે રસ ધરાવતા ઉમેદવારોએ નજીકની ઔદ્યોગિક તાલીમ સંસ્થાનો સંપર્ક કરવાનો રહેશે. અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત સહિતના શહેરોમાં આઈટીઆઈ આવેલી છે.