RTO એ ઓગસ્ટમાં અડધા કરોડનો દંડ વસૂલ્યો

રાજકોટ RTO કચેરી દ્વારા વર્ષ 2024ના ઓગસ્ટ માસ દરમિયાન ટ્રાફિક નિયમોનો ભંગ કરતા વાહનચાલકો સામે તવાઈ બોલાવવામાં આવી રહી છે. જેમાં 1,445 જેટલા ગુનાહિત વાહનોના કેસ કરવામા આવેલા છે. જેમની સામે દંડની કાર્યવાહી કરવામાં આવેલી છે. ઓગસ્ટ માસમાં જે વાહનો સામે દંડ કરવામા આવેલો છે, તેમાં રૂ. 50,32,908 જેટલો દંડ કરવામા આવ્યો છે. રાજકોટ શહેરમાં ટ્રાફિક નિયમોનો સરેઆમ ભંગ કરી અન્ય લોકોના જીવ જોખમમાં મૂકતા વાહન ચાલકો સામે RTO કચેરી દ્વારા ડ્રાઇવ ગોઠવવવામાં આવે છે અને ટ્રાફિક નિયમોના ભંગ બદલ આકરો દંડ પણ ફટકારવામાં આવે છે.

રાજકોટ RTO કચેરી દ્વારા ઓગસ્ટ ​​​​​​​માસમાં 143 ઓવરલોડ વાહનોને પકડવામાં આવેલા છે, જેમાં તેમને રૂ.20,26,500નો દંડ કરવામાં આવ્યો છે તો ઓવર ડાઇમેન્સનના 36 કેસમાં રૂ. 2,68,500નો દંડ થયો છે જ્યારે કલેન્ડેસ્ટાઇન ઓપરેશનના 53 કેસમાં રૂ. 4,77,500 તો ટેક્સ ભરપાઈ કર્યા વિના ચાલતા વાહનોના 13 કેસ કરવામાં આવેલા છે અને તેમની સામે રૂ. 2,58,908નો દંડ કરવામા આવ્યો છે. આ રીતે ટ્રાફિક નિયમોનો ભંગ કરતા વાહન ચાલકોને દંડ સ્વરૂપે સજા કરવામા આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *