ચુનારાવાડમાં મકાનના મઢમાંથી રૂપિયા 8.37 લાખની ચોરી

શહેરમાં પોલીસની પકડ ઢીલી પડતાં બે ફામ બનેલા તસ્કરોએ ચુનારાવાડમાં માતાના મઢમાં ચોરી થયાની ફરિયાદ નોંધાતા થોરાળા પોલીસે ગુનો નોંધી એક્શનમાં આવી નામચીન તસ્કરને ઉઠાવી લઇ ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો હતો. શહેરના ચુનારાવાડમાં રહેતા અને ડ્રાઇવિંગ કામ કરતા રાજેશભાઇ બાબુભાઇ માલાણીએ ફરિયાદ કરી હતી. જેમાં તેને જણાવ્યું હતું કે, મારી પત્ની અને પુત્ર સાથે રહું છું અને મારા ઘેર દાદાના મઢની પૂજા કરી સૂઇ ગયા હતા અને પુત્ર જાગતો હતો. બાદમાં સવારે જાગીને જોતા મારા દાદાનો મઢનો દરવાજો ખુલ્લો હોય જેથી તેની પત્ની અને પુત્રને જગાડ્યા હતા અને તપાસ કરતા મઢમાં રાખેલ સોના-ચાંદીના દાગીના, છતર, સોનાના કડા, સહિત જોવા નહીં મળતા તેને તેના પરિવારના કિશનભાઇ માલાણી સહિતને બોલાવી વાત કરી હતી અને તપાસ કરતાં મકાનના મઢમાંથી સોનાના બે છતર, સોનાના 18 હાર, સોનાના 4 કડા સહિત કુલ રૂ.8.37 લાખની મતાની ચોરી થયાની થોરાળા પોલીસમાં ફરિયાદ કરતાં પીઆઇ એન.જી. વાઘેલા સહિતે ગુનો નોંધી તપાસ કરી શંકાસ્પદ હાલતમાં તેના જ કુટુંબનો અને નામચીન તસ્કર લખન બચુ સલાટનો ભાઇ વિશાલને શંકાસ્પદ હાલતમાં ઉઠાવી લઇ આકરી પૂછતાછ કરતા ચોરીનો ભેદ ઉકેલાઇ જતા પોલીસે તેની ધરપકડ કરી તેની પાસેથી રૂ.8.37 લાખની મતા કબજે કરી કાર્યવાહી કરી હતી. શહેરમાં ચોરીના બનાવો વધતા જાય છે ત્યારે પોલીસે કોમ્બિંગ હાથ ધર્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *