સૌરાષ્ટ્ર યુનિ.માં અન્ય યુનિ.ના વિદ્યાર્થીઓનો પ્રવેશ અદ્ધરતાલ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અન્ય યુનિવર્સિટીમાંથી સેમેસ્ટર 3માં પ્રવેશ મેળવવા માગતા 500 જેટલા વિદ્યાર્થીઓના એડમિશન અટકી પડ્યા છે. અન્ય યુનિવર્સિટીમાં પ્રથમ વર્ષમા અભ્યાસ કરી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન કોલેજમાં પ્રવેશ મેળવવા માગતા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવો કે ન આપવો તે બાબતનો કોઈપણ પ્રકારનો નિર્ણય લેવામાં ન આવતા રાજકોટ ઉપરાંત મોરબી, જામનગર, અમરેલી અને સુરેન્દ્રનગર જિલ્લામાં સેમેસ્ટર 3માં પ્રવેશ મેળવવા માગતા વિદ્યાર્થીઓનુ ભવિષ્ય અદ્ધરતાલ થઈ ગયું છે. મહત્વનું છે કે, ખાનગી યુનિવર્સિટીઓમાં સરળતાથી સેમેસ્ટર 3માં પ્રવેશ મળી રહ્યું છે તો સરકારી યુનિવર્સિટીમાં શા માટે હજુ સુધી પ્રવેશ શરૂ થયા નથી તેવા સવાલ સાથે વિદ્યાર્થીઓ કુલપતિને રજૂઆત કરી રહ્યા છે. આ બાબતે કુલસચિવને રજૂઆત કરવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે, આ બાબતનો નિર્ણય એક અઠવાડિયામાં આવી જશે.

પુનેની MIT ADT યુનિવર્સિટીમાં MIT કોલેજ ઓફ મેનેજમેન્ટમાં BBAમાં પ્રથમ વર્ષમા અભ્યાસ કરતા અને હવે સેમેસ્ટર 3થી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન ગ્રેસ કોલેજમાં એડમિશન મેળવવા માગતા સાહિલ ચાંગાણીએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિ ડો. કમલસિંહ ડોડિયાને કરેલી રજૂઆતમાં જણાવ્યું હતું કે, હવે હું વતન રાજકોટ પરત આવ્યો છું અને BBA સેમેસ્ટર 3માં પ્રવેશ મેળવવા માગુ છું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *