રાજકોટનાં મોટી ટાંકી ચોક ખાતે આવેલ ફેડ બેંક ફાય સર્વિસ સાથે ગોલ્ડ લોનનાં નામે લાખોની છેતરપીંડી થયાની ફરિયાદ નોંધાઈ છે. બેંકકર્મી વિજયકુમાર વ્યાસે ફરિયાદમાં જણાવ્યું હતું કે, રેલનગરમાં રહેતા હિતેન્દ્ર સિંહ રાણા નામના વ્યક્તિએ ગત 17 ફેબ્રુઆરીનાં રોજ મોટીટાંકી ચોકે આવેલ ફેડ બેંક ફાયનાન્સીય સર્વિસીઝ લિમિટેડમાંથી સોનાના દાગીના ગીરવે મૂકી ધીરાણ પેટે રૂ. 5,21,875ની લોન લીધી હતી. લોનધારકે ગીરવે મુકેલ ત્રિમાસીક ઓડિટ તપાસ દરમિયાન આ સોનાના દાગીના આશરે 35% ઓછી કિંમતના હોવાનું આજે માલૂમ પડયુ છે. આમ લોનધારકે બેન્ક સાથે સહેલાઈથી ઓળખી શકાય નહીં એવા દાગીના રજૂ કરી છેતરપીંડી કરી છે. હાલમાં પ્રદ્યુમન નગર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.