માધાપર ચોક નજીક મોટર કારમાં આગ ભભૂકી ઉઠી

રાજકોટની માધાપર ચોકડી નજીક મોટર કારમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી. જેમાં હ્યુન્ડાઇ કંપનીની સેન્ટ્રો કાર નંબર જીજે. 01. એચએમ. 6829 નંબરની કારમાં કોઈ કારણોસર અચાનક આગ લાગી હતી. જેને પગલે સ્થાનિકો દ્વારા આ આગ ઉપર કાબુ મેળવવા પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે, તેમાં સફળતા નહીં મળતા ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. અને ફાયરવિભાગ દ્વારા પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો. કારનાં વાયરિંગમાં શોર્ટ સર્કિટનાં કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *