સૌરાષ્ટ્ર યુનિ.ના કાયમી કુલપતિ બનવા 80 ઉમેદવારો મેદાને

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં બનવા માટે 80થી વધુ ઉમેદવારોએ અરજી કરી હોવાનું સામે આવ્યું છે. જેમાં હાલના કાર્યકારી ડૉ. ડોડિયા ઉપરાંત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ કાયમી કુલપતિ અને હાલ ગોધરા યુનિવર્સિટીમાં કુલપતિ તરીકે છેલ્લા બે ટર્મથી ફરજ બજાવતા ડૉ. ચૌહાણનુ નામ ચર્ચામાં છે. આ સાથે જ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના 2 પૂર્વ કાર્યકારી કુલપતિ ઉપરાંત હાલના એજ્યુકેશન અને MCA ડિપાર્ટમેન્ટના હેડ રેસમાં હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીના પ્રોફેસરનું નામ પણ હાલ ચર્ચાઈ રહ્યું છે. જોકે, હવે સર્ચ કમિટીની ત્રણ વખત બેઠક મળશે અને ત્યારબાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કાયમી કુલપતિ કોને બનાવવા તે નક્કી થશે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 7 ફેબ્રુઆરી, 2022થી એટલે કે, છેલ્લા અઢી વર્ષથી કાર્યકારી કુલપતિથી વહીવટનું ગાડું ગબડાવવામાં આવી રહ્યું છે. ત્યારે અગાઉ નક્કી કરાયેલું નામ સર્ચ કમિટીએ રદ કર્યુ હતુ. બાદમાં હવે નવેસરથી કાયમી કુલપતિ બનવા માટે અરજીઓ મંગાવવામાં આવી અને તેમા અરજી કરવાની છેલ્લી તારીખ 20 ઓગષ્ટ હતી. ત્યાં સુધીમાં 80 જેટલા ઉમેદવારોએ કાયમી કુલપતિ બનવા માટે અરજી કરી હોવાનું સામે આવ્યું છે. જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ કાયમી કુલપતિ અને હાલ છેલ્લી 2 ટર્મથી ગોધરાની ગોવિંદ ગુરુ યુનિવર્સિટીમાં કાયમી કુલપતિ તરીકે ફરજ બજાવતા ડૉ. પ્રતાપસિંહ ચૌહાણનુ નામ ચર્ચામાં છે. જ્યારે હાલના કાર્યકારી કુલપતિ ડૉ. કમલ ડોડિયાને CAS (કેરિયર એડવાન્સમેન્ટ સ્કીમ) હેઠળ આવે તો તેઓ પણ કાયમી કુલપતિ બની શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *