આજી-3 જળાશયનો 1 દરવાજો 0.1 મીટર ખોલાયો

રાજકોટના પડધરી તાલુકા પાસે આવેલ આજી-3 જળાશયમાં વરસાદની આવક વધતા જળાશયનો અગાઉ 1 દરવાજો 0.05 મીટર ખોલેલ હતો. તેમા વધારો કરી હવે 0.1 મીટર કરાયો છે. આથી ડેમના નીચાણવાળા વિસ્તારમાં આવેલા પડધરી તાલુકાના ખજૂરડી, થોરીયાળી અને મોટા ખીજડીયા ગામોના લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા અને સાવચેત રહેવા રાજકોટ સિંચાઇ પુર વર્તુળ એકમ દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *