રાજકોટના ચકચારી ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડના આરોપી ટી.પી.ઓ. મનસુખ સાગઠિયાના રૂ.18 કરોડના ભ્રષ્ટાચાર કેસમાં સરકાર દ્વારા જિલ્લા સરકારી વકીલ એસ.કે. વોરાની સ્પે.પી.પી. તરીકે નિમણૂક કરવામાં આવી છે.
જાણવા મળતી વિગતો મુજબ રાજકોટના ટી.આર.પી. ગેમ ઝોન અગ્નિકાંડના કેસમાં તપાસ દરમિયાન મુખ્ય આરોપી સાથે જોડાયેલ મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ આફિસર એમ.ડી. સાગઠિયાની મિલકતની ઝડતી તપાસ દરમિયાન 30 કરોડની અપ્રમાણસર મિલકત મળી આવી હતી. આથી અગ્નિકાંડના કેસની તપાસ દરમિયાન પણ સાગઠિયાના કુટુંબીજનો નામે મોટા પ્રમાણમાં મિલકતો મળી આવેલ. સાગઠિયા વિરુદ્ધના આ કેસમાં યેનકેન પ્રકારણે ભ્રષ્ટાચાર આચરી ભેગી કરેલી મિલકતોની કિંમત કરોડોમાં જતી હોવાથી પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાને લઇ રાજ્ય સરકારે જિલ્લા સરકારી વકીલ સંજયભાઇ વોરાને આ કેસ માટે સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યૂટર નિમેલ છે.