રાજકોટની આજીડેમ ચોકડીથી રામવન તરફ જવાના રસ્તે નજીવી બાબતે ચાર શખ્સોએ યુવક પર હુમલો કર્યાની ઘટના સામે આવી છે. જેમાં ગઈકાલે સાહિલ મલેક નામનો યુવક આજીડેમ ચોકડીથી રામવન તરફ જવાના રસ્તે હતા. દરમિયાન એક સર્વિસ સ્ટેશન ખાતે ગાડીની સર્વિસ કરવામાં આવી રહી હતી. જેને કારણે સાહિલ મલેકને પાણી ઉડતા તેમણે જોઈને કામ કરવા કહ્યું હતું. જેને પગલે ઉશ્કેરાયેલા ચાર શખ્સોએ સાહિલ સાથે બોલાચાલી કરી તેના ઉપર હુમલો કર્યો હતો. જેમાં પ્રથમ ઢીકાપાટુ અને બાદમાં લોખંડનાં સળિયા વડે માર મારતા કપાળનાં ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. બનાવ અંગે ભોગ બનનાર યુવકે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.