હવેલીએ દર્શન કરવા નીકળેલા વૃદ્ધાની સોનાની બંગડી સેરવી લીધી

રાજકોટમાં મુસાફરને રિક્ષામાં બેસાડી દાગીના રોકડ કે ફોન ચોરી લઈ સેરવી લઈ બાદમાં મુસાફરને ઉતારી મૂકી ગઠિયો રીક્ષા ચાલક અને સાગરીતો ભાગી જતા હોવાનો વધુ એક બનાવ સામે આવ્યો છે. 65 વર્ષીય રસિલાબેન ખીમજીભાઈ માકડિયા હવેલીએ દર્શન કરવા રીક્ષામાં જઈ રહ્યા હતા. ત્યારે અજાણ્યા શખ્સોએ તેની નજર ચૂકવી રૂા. 45 હજારની કિંમતની સોનાની બંગડી ચોરી લીધી હતી. બનાવ અંગે વૃદ્ધાએ ગાંધીગ્રામ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે સીસીટીવી ફૂટેજ સહિતના આધારે આરોપીઓને ઝડપી લેવા તપાસ શરૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *