ખોડિયારપરા ખાતેથી વિદેશી દારૂની 102 બોટલ સાથે એક શખસ ઝડપાયો

રાજકોટમાં તહેવાર ટાણે બુટલેગરો ઉપર પોલીસે ધોસ બોલાવવાનું યથાવત રાખ્યું છે. ત્યારે આજી વસાહતમાં ખોડીયારપરામાં રહેતાં જીતેન્દ્ર ઉર્ફે રાધે ગોવિંદભાઈ મકવાણાને એલસીબી ઝોન-1ની ટીમે રૂા. 51 હજારની કિંમતની દારૂની 102 બોટલ સાથે પકડી લીધો હતો. આરોપી અગાઉ દારૂના ત્રણ ગુનામાં સંડોવાઈ ચુક્યો છે. એલ.સી.બી. ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે ખોડીયારપરા શેરી નં-7, જાહેર શૌચાલય સામે આજી વસાહત વિસ્તારમાં દારૂના જથ્થા સાથે એક શખ્સ હોવાની બાતમી મળી હતી. જેના આધારે દરોડો પાડી પોલીસે જીતેન્દ્ર ઉર્ફે રાધે ગોવિંદભાઇ મકવાણા હસ્તકની રેહણાંક ઓરડીમાંથી રોયલ ચેલેન્જર્સ, ઓલ સીઝન અને મેકડોવેલ્સ બ્રાન્ડનો 51,000નો દારૂ કબ્જે કરી તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. આ શખસ છૂટક મજૂરી કરતો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *