રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વોર્ડ વિસ્તારમાં કરવામાં આવતા પ્રાથમિક સુવિધાના કામો, આંતરમાળખાકીય વિકાસના કામો તથા પ્રવાસન અને હરવા ફરવાના સ્થળ વિકસાવવાના લોક ઉપયોગી અને પ્રજાકીય કામો કરવામાં આવે છે. આ કામો ઓછા સમયમાં, વધુ સારી રીતે અને લોક ઉપયોગી થાય તે રીતે કરવા માટે નાગરિકોને મહાનગરપાલિકા તંત્ર સાથે જોડીને તેઓના સુચનો, રજુઆતો, પ્રશ્નો અને ફરિયાદો મેળવવા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વોર્ડવાઈઝ લોક દરબારનું આયોજન કરવામાં આવેલ. જેમાં નાગરિકો તરફથી રજુ થયેલ કુલ-1,547 ફરિયાદોમાંથી રાજકોટ મહાનગરપાલિકાને લગતી 756 ફરિયાદોનો મહાનગરપાલિકા તંત્ર દ્વારા હકારાત્મક નિકાલ કરવામાં આવેલ છે.