2304 આવાસોનો ડ્રો કરી જરૂરીયાતમંદોને ​​​​​​​ફાળવણી કરી

રાજકોટ શહેરના મધ્યમ અને ગરીબ વર્ગના નાગરિકોને ઘરનું ઘર મળે તે માટે ત્રણ ટાઉનશીપના 2304 જેટલા આવાસોનો ડ્રો કરી જરૂરીયાતમંદોને તેની ફાળવણી કરવામાં આવેલ છે. શહેરના જુદા-જુદા વોર્ડમાં પાણીની જુની પાઈપલાઈનના સ્થાને તબક્કાવાર ડી.આઈ. પાઈપલાઈન નાખવાની કામગીરી ગતિમાં છે. આ ઉપરાંત શહેરમાં નવા ભળેલા વિસ્તારોમાં ડ્રેનેજ નેટવર્ક, પાણી પુરવઠા નેટવર્ક, સ્ટ્રીટલાઈટ, રસ્તાકામ વગેરે પ્રાથમિક સુવિધાના કામો પણ ગતિમાં છે. શહેરમાં ટ્રાફિકની સમસ્યાના નિવારણ માટે જુદા-જુદા સ્થળોએ ઓવરબ્રિજનું નિર્માણ કરવામાં આવનાર છે. તેમાં, મુખ્યત્વે કાલાવડ રોડ, કટારિયા ચોક ખાતે આઇકોનીક બ્રિજનો સમાવેશ થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *