રાજકોટમાં છૂટક મજૂરી કરતા 70 વર્ષીય વૃદ્ધની અક્સ્માત બાદ પ્લાસ્ટીક સર્જરી કરાઇ

રાજકોટની સિવિલ હોસ્પિટલ જે દર્દીઓ માટે આશીર્વાદરૂપ છે ત્યારે આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં 70 વર્ષીય વૃદ્ધ કે જે છૂટક મજૂરી કરી પોતાનું ગુજરાન ચલાવતા હતા. જો કે, અક્સ્માતમાં પગમાં ઈજા થતા તેમને સારવારમાં સિવિલ હોસ્પિટલમાં લવાયા હતા. જ્યા તેનો પગ કાપવો પડ્યો અને બાદમા પ્લાસ્ટિક સર્જરી કરવામાં આવી હતી. બાદમાં તેમના ભાઈ-ભાભીએ વૃદ્ધને સાચવવાની ના પાડતા સુરેન્દ્રનગરના મૂડી આશ્રમમાં રાખવાની વ્યવસ્થા કરી આપવામા આવી છે.

સૌરાષ્ટ્રમાં આવેલ રાજકોટની પંડિત દિનદયાલ ઉપાધ્યાય હોસ્પિટલ એ આજુબાજુના 11 જિલ્લાઓમાં સારવાર માટે પ્રમુખ સ્થાન ધરાવે છે. પી.ડી.યુ. હોસ્પિટલમાં બધા રોગોની સારવાર એકદમ નિઃશુલ્ક થાય છે. જેમાં પણ અજાણ્યા દર્દીઓ માટે સિવિલ હોસ્પિટલ આશીર્વાદ સમાન છે. અહીં આવતા અજાણ્યા દર્દીઓની તમામ જરૂરી ચીજવસ્તુઓ હોસ્પિટલ તરફથી પ્રાપ્ત થાય છે. આવા જ એક દર્દી મહેશભાઈ જગદીશભાઈ યાદવ મૂળ બિહારના રહેવાસી અને 15 વર્ષની ઉમરથી કામ અર્થે રાજકોટમાં વસવાટ કરીને છૂટક મજૂરી કરીને પોતાનું જીવન વિતાવતા હતા. તારીખ 27 મેના રોજ કોઈ અકસ્માત થતાં એમના ડાબા પગમાં ઇજા પહોચી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *